HMPV : Human Metapneumovirus
ગભરાવા જેવો નહીં, પણ ચેતવા જેવો ખરા! કેવી રીતે? આવો જાણીએ..
હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV) એ એક વાયરસ છે, જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવોનું કારણ બને છે.
લક્ષણો
- શરદી અહીં ક્લિક કરો.
- ઉધરસ
- તાવ
- ગળામાં દુઃખાવો
- શ્વાસમાં તકલીફ
- શેરીર પર ફોલ્લીઓ
લક્ષણો જણાય તો આટલું જરૂર કરો:
- જ્યારે ઉધરસ-છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ-ટિસ્યુથી ઢાંકવા.
- નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વાસને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું
- લક્ષણો હોય તો બીજાઓ 1 સાથે સંપર્ક મર્યાદિત કરવો.
- તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
ચેપની સ્થિતિમાં શું ન કરવું?
આ કોઈ નવો વાઇરસ નથી! ગયા વર્ષે પણ ચીનમાં એના ફેલાવાના સમાચાર આવ્યા હતા. વર્ષ 2023માં નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પણ આ વાઇરસ જોવા મળ્યો હતો. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, એ 2001માં નેધરલેન્ડ્સમાં પ્રથમવાર મળ્યો હતું, જોકે એ ઓછામાં ઓછા 50 વર્ષ જૂનો વાઇરસ માનવામાં આવે છે.
શું આ રોગની કોઈ સારવાર કે રસી છે?
HMPV વાઇરસ માટે હજુ સુધી કોઈ એન્ટીવાઇરલ દવા બનાવવામાં આવી નથી. જોકે, મોટા ભાગના લોકો પર એની ખૂબ જ સામાન્ય અસર છે, તેથી એનાં લક્ષણો ફક્ત ઘરે રહીને જ નિયંત્રિત કરી શકાય છે. જે લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળે છે તેમને ઓક્સિજન થેરાપી, IV ટીપાં અને કોર્ટિકોસ્ટેરોઇડ્સ (સ્ટિરોઇડ્સનું એક સ્વરૂપ) આપવામાં આવી શકે છે. આ વાઇરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી વિકસાવવામાં આવી નથી. HMPV વાઇરસને કારણે એવી સ્થિતિ હજુ ઊભી થઈ નથી કે એના માટે કોઈ રસી બનાવવાની જરૂર હોય!
શું આ રોગની એકથી વધુ વાર થઈ શકે?
હા, HMPV કોરોનાની જેમ ફરીથી અથવા વધુ વખત અસર કરી શકે છે. પુનરાવૃત્તિની સ્થિતિ એવા દર્દીઓ માટે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા તેઓ કોઈ અન્ય રોગથી પીડિત છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સિવાય પુનરાવૃત્તિનું જોખમ ઓછું છે. જો તમને ફરીથી આ વાઇરસ મળે છે તો ગભરાવાની જરૂર નથી. દવાઓથી સાજા થઈ જશે.
આનાથી કોને સૌથી વધુ અસર થશે?
તેની સૌથી વધુ અસર 5 વર્ષથી ઓછી ઉમરનાં બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ખાસ કરીને પ્રી-મેચ્યોર બાળકો પર પડશે. ઉપરાંત જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા અસ્થમા જેવા દવાસ સંબંધી રોગો હોય.
HMPV વાઇરસ કેવી રીતે ફેલાય છે?
HMPV વાઇરસ ઉધરસ અને છીંકથી ફેલાય છે. આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. એ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવીને અથવા વાઇરસથી સંક્રમિત કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. ચેપ લાગ્યાના 3 થી 5 દિવસમાં એનાં લક્ષણો દેખાવા લાગે છે.
સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે કે ચીનમાં નવી મહામારી આવી ગઈ છે, પરંતુ સ્થિતિ એટલી પણ ખરાબ નથી થઈ કે; ચીનની સરકાર કે વિરવ આરોગ્ય સંસ્થાએ આ અંગે કોઈ ચેતવણી જારી કરવી જોઈએ! તેથી ગભરાવાને બદલે આપણે સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઈએ.
