ઉનાળામાં લૂ કે સનસ્ટ્રોકથી બચવું હોય તો, આટલું જરૂરથી કરો..
લૂ લાગવાના/ સનસ્ટ્રોકના લક્ષણો
- માથું દુઃખવું,
- પગની એડીઓમાં દુ:ખાવો થવો,
- શરીરનું તાપમાન વધી જવું,
- ખુબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું,
- ઉલ્ટી ઉબકા આવવા,
- ચક્કર અને આંખે અંધારા આવી જાય,
- બેભાન થઈ જવું,
- અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે!
લૂ થી બચવા શું શું પગલાં લેવા જોઈએ? (Sunstroke)
- દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું.
- વારંવાર પાણી પીવું
- શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું (લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.)
- ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
- દિવસ દરમિયાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું
- સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા
- ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો
- નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જAPDU
- બજારમાં મળતો ખુલ્લો-વાસી ખોરાક ખાવો જોઈએ નહીં.
- બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો.
- ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું
- રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી
- આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું
લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. (Sunstroke)
